ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવા બાબતે ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈ મારકણાના નેતૃત્વમાં આવેદન પત્ર આપવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના કલેક્ટરશ્રીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીને જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલભાઈ ઈટાલીયા, પ્રદેશ નેતાશ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ શ્રી મહેશભાઈ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ધટનાઓ બની આવી છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલ કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધરી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાના પુરાવા સામે આવ્યા છે ત્યારે આ અસામાજિક તત્વો કડક પગલાં ભરવામાં આવે એવી અમારી વિનતી છે

આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાસવારે હિંસક હુમલાઓ કરવા જોઈએ અને વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ જો અમારી ઉપરોક્ત માંગણીને ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમો આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબુર થઈશું. આ વિષે આપના કાર્યકર્તા ચિરાગ પટેલ શું કહે છે જુઓ આ વિડીયોમાં..