ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના સરવાણી ગામમાં આવેલા ગોડાઉન ફળિયા પાસે બીડ ફળિયા અને કંસરિયા તરફ જતા માર્ગ ઉપર વીજ કરંટ લાગવાથી બે ઢેલના મૃત્યુ થયાની વાતો સમગ્ર પંથકમાં વહેતી થતાં લોકો ઘટના સ્થળે ટોળેટોળા ભેગા વળ્યા હતા.

Decision Newsને ઘટના સ્થળ પરથી મળેલી માહિતી મુજબ આજરોજ ચીખલી તાલુકા સરવાણી ગામમાં આવેલા ગોડાઉન ફળિયા પાસે બીડ ફળિયા અને કંસરિયા તરફ જતા માર્ગ ઉપર વીજ કરંટ લાગવાથી બે ઢેલના મૃત્યુ થયા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોંગ્રેસ અગ્રણી શ્રી સુનીલભાઈ સહિતના આગેવાનો ધસી ગયા હતા. સ્થળ પર ભેગા થયેલા લોકોનું કહેવું છે સવારે આ સંવેદનશીલ ઘટના બનવા પામી હતી.

ગામના આગેવાનો દ્વારા ઘટના અંગે ગામના સરપંચ પતિ શ્રી મહેશભાઈએ વન વિભાગને કરતા RFO એ.ટી.ટંડેલ સહિતના સ્ટાફે બંને મૃત ઢેલ નો કબ્જો લઈ સાદકપોર નર્સરી ખાતે અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરી હતી.