ગુજરાત: આજરોજ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયાની જાણકારી મળી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતી ફિલ્મજગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે તેમણે ગુજરતી ફિલ્મી એક ઉચાઈ સુધી લઇ જવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી અભિનેતા અરવિંદ રાઠોડ ગુજરાતી ફિલ્મમાં તેઓ પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા થયા હતા. તેમણે નાટક, સિરીયલ, ફિલ્મમાં કર્યુ છે ગુજરાતી ફિલ્મોના ડાયલોગ ડીલેવરીથી એમણે ગુજરાતી લોકોના દિલ જીતી લીધા હતા.
અભિનેતા અરવિંદ રાઠોડ વિષે વાત કરવામાં આવે તો બાળપણમાં તેમના પિતા દરજી કામ કરતા હતા અને અરવિંદે પણ કપડાનું કટિંગ અને ઇસ્ત્રી જેવા કામ પણ કરતા હતા તેમને એક્ટિંગનો શોખ બાળપણથી જ હતો એટલે તેઓ સ્કૂલમાં નાટકોમાં હંમેશા ભાગ લેતા હતા. તેમના પિતાજીને અરવિંદનું આ કામ પસંદ નહોતુ માટે તેમને ક્યારેક મારતા પણ હતા પરંતુ અરવિંદે એક્ટિંગનો હાથ ક્યારેય છોડયો ન હતો.

