વાંસદા: પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવી આદિવાસી સમાજ લોકો જંગલોમાંથી મળતી અનેક ચીજ-વસ્તુઓનો ઉપયોગ પોતાના ખોરાક માટે કરતો હોય છે તેમાં તે જંગલો અને પોતાના ઘરની આસપાસ પ્રાપ્ત થતી અનેક પ્રકારની વિટામીન આપતી ભાજીઓ ખાઈ તંદુરસ્ત જીવન જીવતાં હોય છે. તેમાની એક ભાજી છે કાંચનારની ભાજી
Decision News સાથે વાત કરતાં આદિવાસી સમાજના યોગેશ પટેલ જણાવે છે કે કાંચનારની ભાજીઆને કુરાડાંની ભાજી તરીકે પણ ઓળખવામાં આઅવે છે તે મુખ્યત્વે ચોમાસાં પડવાની પહેલા અને શરૂવાતી ચોમાસાં દરમિયાન લોકો મોટાભાગે ખાઈને આ ભાજીની મજા માણતા હોય છે આ વિટામીન યુક્ત આદિવાસી લોકોની ઘરની આસપાસ જ મળી આવતી હોય છે વાપરવા નો ભાગ
આ કાંચનારની ભાજીને બનાવવાની રીત બતાવતા યોગેશ પટેલ કહે છે કે ઝાડ ઉપરથી કાંચનારની ભાજીના પાન, ડીરવા તોડયા બાદ એને ઝીણી કાપી નાખવામાં આવે છે અને આ ભાજીને મિશ્રણ કરી તેલ, મરચું, મીઠું, જીરું મસાલાનું મિશ્રણ કરી અને હા.. તેમાં તમે ડુંગળી કાંદા કરી શકો છો પછી 20 મિનિટ (ધીમા તાપે ચડાવો) તેલમાં જ સિજાવવામાં આવે છે અને ૧૫થી ૨૦ મિનીટમાં તૈયાર થયેલી આ ભાજી પરિવાર સાથે બેસીને ખાવાનો આનંદ જ અનેરો છે.