મહુવા: ચોમાસાની શરૂઆત થતાંની સાથે આપણી આસપાસ રહેતા ઝેરી જ સાપો ઘરમાં કે ઘરની આસપાસ આશરો લેતા હોય છે ત્યારે અમુક વખતે ભૂલથી કામ કરતી વેળાએ વ્યક્તિને સાપ કરડવાના કિસ્સા બનતા હોય છે ગતરોજ મહુવામાં પણ ઘરના વાડામાં કામ કરતી વેળાએ સાપ કરડવાથી મૃત્યુ થયાની ઘટના બહાર આવી છે.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર આજરોજ મહુવા તાલુકાના અનાવલ ગામે પારસી ફળિયામાં રહેતા વજ્યા બેન મોહનભાઈ પટેલ પોતાના ઘરના પાછળ વાડામાં સાફસફાઈ કરવા જતા અચાનક નાગે ડંખ મારતા તાત્કાલિક અનાવલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ ઝેરી સાપ હોવાના કારણે ઝેરનું પ્રમાણ શરીરમાં વધારે પ્રસરી જવાના કારણે અનાવલના ડોક્ટર પ્રમોદભાઈએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ વજ્યા બેનને બચાવી ન શક્યા અને એમને મૃત જાહેર કરતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો
આવા ઘટના બનતા તરત જ પ્રાથમિક સારવાર કરી લેવી અને ચોમાસાં દરમિયાન પોતાના કામો થોડી સાવચેતી સાથે કરવા જોઈએ જેથી કરીને પરિવારમાં આવા બનાવોના કારણે શોકનું વાતાવરણ ન સર્જાય અને આવી ઘટનાઓ બનતી અટકે