વાંસદા: હાલમાં દેશની જેમ ગુજરાતના બધાજ જિલ્લા, તાલુકાની સાથે ગામડાઓમાં કોરોના મહામારીને અટકાવવા માટે વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના વાંગણ ગામના તમામ ફળિયામાં વેક્સીનેશન કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ વહેલી સવાર વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ એવા વાંગણ અને માંનકુનિયા ગામોમાં PHC સેન્ટર દ્વારા કોરોના જેવી મહામારી રોગ સામે લડવા માટે તમામ ફળિયાઓમાં જઈને વેક્સીનની રસી વિશે માહિતી આપી તમામ લોકોને રસી મૂકી વેક્સીનેશન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના લોકોએ વેક્સીનેશન કરાવ્યા હોવાનું મેડીકલ સ્ટાફ જણાવી રહ્યો છે.
આ વેક્સીનેશન પ્રસંગે વાંગણ તથા માનકુંનીયા ગામના સરપંચ શ્રી જયંતિ થોરાત, નવીનભાઈ અજય થોરાત તથા PHCના કાર્યકર્તા ભાવિન પટેલ અને તેમનો મેડીકલ સ્ટાફ હાજર રહ્યો હતો અને આ પ્રસંગને સફળતા તરફ દોરી ગયા હતા.