વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનના અભાવના કારણે ઘણા લોકોએ જીવ ખોવાની નોબત આવી હતી ત્યારે આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં આ પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે વાંસદાના વહીવટીતંત્ર સાબદું બની એટલે પાણી પહેલાં પાળ બાંધતા હોય એમ ગતરોજ  વાંસદા ખાતે નવી બનેલી કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી ઓક્સિજનની સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ નવસારી જિલ્લાના અને વાંસદા તાલુકાનાં અધિકારીઓ તથા સાંસદ વલસાડ, ધારાસભ્ય, જિલ્લા અને વાંસદા તાલુકાનાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું  વાંસદા તથા તેની આસપાસના વિસ્તારોના લોકોને સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં તમામ સુવિધાઓ ઘરઆંગણે કોટેજ હોસ્પિટલમાં મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવ્યો છે

આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણવિધિમાં સાંસદ ડો. કે.સી.પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર સહિતના આગેવાનો તેમજ હોસ્પિટલનો સ્ટાફ, વાંસદાના અગ્રણીઓની હાજરીમાં હાજર રહ્યા હતા.