સેલવાસ: ગતરોજ સેલવાસ ડોકમરડી ખાતે આહીર ફળિયા સેફ્ટી ઇક્યુપમેન્ટના અભાવે ગટર લાઈન ચકાસવા ઉતારેલા સાળો -બનેવી અને અન્ય એક મિત્ર એમ ત્રણ 3 કામદારોનો દમ ઘુંટાતા મોતને ભેટ્યાની કરુણાત્મક ઘટના પ્રકાશમાં આવી છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે બપોરના સમયમાં સેલવાસ ડોકમરડી આહીર ફળિયા ખાતે નવી ગટર લાઇનના ટેસ્ટિંગ કરવા ગટર લાઇનનું ચેમ્બર ખોલી ઈશ્વર નામક સફાઇ કામદાર લગભગ 20 ફૂટ ઊંડે ઉતર્યો જ્યાં એને શ્વાસ લેવામાં તકલીફ થતા એનું મોત થયું હતું. તેમનો જ મિત્ર કામદાર જે સુપરવાઈઝર અને સગપણમાં ઈશ્વરના બનેવી ધાર્મિક ભાઈ પણ નીચે ઉતાર્યા હતા અને એમની પાછળ રાજુભાઈ ઉતર્યો હતા આમ એક પછી એક સેફ્ટી વિના ગટર લાઈનમાં ઉતારેલા કામદારો શ્વાસ ન લઇ શકવાના કારણે મોતને ભેટ્યા હતા.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળ પાસે એક તબેલો આવ્યો છે અને તેનું પાણી જમીન માર્ગે ચેમ્બરમાં જતું હોવાના કારણે ગટરમાં મિથેન ગેસ બન્યા હોવાના કારણે કામદારને ગેસની અસર થતાં મોતને ભેટ્યા હતા ઘટનાની જાણ થતાં જ મામલતદાર ટી.એસ. શર્મા, ડિઝાસ્ટર અધિકારી, ફાયર તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે આવી 5 કલાકના રેસ્ક્યુ ઑપરેશન કરી આ ત્રણેય કામદારોની લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.