વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ગતરોજ વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્ય પોપટને પોતાના શોખ ખાતર બંદી બનાવી પાંજરે પૂરી રાખ્યાની બાતમી મળતાં સંયુક્ત સર્ચ ઓપરેશન કરી આ બંધક પોપટોને મુક્ત આકાશ ભેટમાં આપ્યું છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ સર્ચ ઓપરેશન દરમિયાન જુદી જુદી જગ્યાએથી પોપટની જુદી જુદી પ્રજાતિ જેમ કે પહાડી પોપટ, ટુઈ તથા સુડા પોપટ એમ કુલ ૨૭ જેટલા પોપટ મળી આવ્યા છે આ સૌને વન વિભાગે પોતાના કબજામાં લઇ પોપટોને બંધક બનાવનાર કુલ ૯ જેટલા ઇસમોની હાલમાં મુદ્દામાલ સાથે અટક કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જુઓ આ વિડીઓ માં…

વન વિભાગના આ સર્ચ ઓપરેશનમાં ચેતનભાઈ પટેલ, આર.એફ.ઓ. વાંસદા પૂર્વ, જે.ડી.રાઠોડ આર.એફ.ઓ. વાંસદા પશ્ચિમ, મિલનભાઈ સોલંકી, હેમંતભાઈ પટેલ, નયનભાઈ ગામીત, સંજય પટેલ, મેહુલભાઈ પટેલ, ચંદ્રકાન્ત પટેલ, હિરેન ટંડેલ, નરેશભાઈ ડાભી, મનીષભાઈ પટેલ ડ્રાયવર જયદીપ પટેલ, સુમિત ચૌધરી તથા સંસ્થાના સભ્યો રાજેશ ભાવસાર, નીરવ તડવી, ભાવેશ પંચાલ વગેરેઓએ પ્રસંશાપાત્ર કામગીરી કરી હતી.