વાંસદા: કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ જવાનોનું હોવાથી સમાજની સુરક્ષા કરશે એવો લોકોને પોલીસ પર વિશ્વાસ હો છે ત્યારે ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના પોલીસ સ્ટેશનમાં બનેલી મહિલા કોન્સ્ટેબલની છેડતીની પોલીસને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે
ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા સમાજમાં આવા કાયદાના રક્ષક ભક્ષક બને ત્યારે સમાન્ય વ્યક્તિએ કોની પાસે સુરક્ષાની અપેક્ષા રાખવી એ એક મોટો સવાલ છે ? Decision Newsને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા પોલીસ મથકની કે જ્યાં વાંસદા પોલીસ મથકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને ઉપસળ ગામના રહેવાશી એવા હર્ષદ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ પોતાના પોલીસ મથકમાં ફરજ બજાવતી સહ કર્મીને છેડતી કરવામાં આવી હતી જેને લઈને આ ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને ફરિયાદના આધારે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવી છે તો હાલમાં છેડતી કરનાર ડ્રાઇવર હર્ષદને જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાયા છે.
પરંતુ તાજા જાણકારી અનુસાર આ બાબત ખાતાકીય હોવાથી તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે કોન્સ્ટેબલ ડ્રાઈવર વિરુદ્ધ ખાતાકીય ફરિયાદ નોંધાતા કોન્સ્ટેબલ ભૂગર્ભમાં જતો રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે.