વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના નાસીક રોડ પર રેન બસેરા હોટલની સામે ખુ્લ્લી જાહેર જગ્યા વલસાડ ACB એ ગામમાં બનાવેલા ડામર રસ્તામાં કરવામાં આવેલો ભ્રષ્ટાચાર કરતા ગામના સરપંચ રંગે હાથે ઝડપાયાની ઘટના બહાર આવી છે.

મળતી માહિતી મુજબ કપરાડાના કરજુન ગામના કોન્ટ્રાકટ દ્વારા ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો ગામમાં રસ્તા પર ડામરનું કામ પુર્ણ થયા બાદ તેમણે કામના રૂપિયાનો ચેક મંજુર માટે ગામના સરપંચ એટલે કે આરોપીની ચેકમાં સહી કરવા માટે અવેજ પટે પહેલા રૂપિયા ૭૦,૦૦૦ ની માંગણી કરી હતી ત્યાર બાદ રકઝકના અંતે રૂ.૪૮,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.

આ અંગે લાંચ લેવાની વાત ફરિયાદીએ આજરોજ શ્રી ડી. એમ. વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ, એ.સી.બી.પો.સ્ટે. વ્યારાને કરી અને તેમના દ્વારા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ આરોપી રૂપિયા ૪૮,૦૦૦ ની લાંચ લેતા સ્થળ પર જ ઉપર પકડાઇ ગયો હતો.