ધરમપુર: ચોમાસાનો સમય એટલે વૃક્ષારોપણ કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. ત્યારે ધરમપુર તાલુકાના ખોબા આશ્રમ પોતાની નર્સરીમાંથી સરગવાના રોપા, હાલમાં ચાલી રહેલા વાડી પ્રોજેક્ટમાં મહીલા ખેડૂતો પરથી લોકફાળો લઇ આંબા કલમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુરના ખોબા આશ્રમમાં બનાવવામાં આવેલી નર્સરીમાં ઉગેલા સરગવાના છોડ અને લોકમંગલમ દ્વારા ચલાવવામાં આવી રહેલા વાડી પ્રોજેક્ટમાં મહિલા ખેડૂતો પરથી લોકફાળો લઇ આંબાકલમનું ખોબા ગામમાં વિતરણ કરવામાં આવ્યું છે ચોમાસાંના વરસાદી સમયમાં વૃક્ષારોપણ કરી વનોના વૃદ્ધિ કરણ કરવાનો આ પ્રયાસ ખરેખર પ્રશસંનીય છે.
હાલમાં ખોબા ગામના જ વાડી પ્રોજેક્ટ હેઠળ મહિલા ખેડૂતોઓને લાભ આપવામાં આવી રહ્યો છે ગામના મહિલા ખેડૂતોનું કહેવું છે કે અમારા ગામમાં આંબાની કલમથી આવનારા સમયમાં વાડીઓ ઉભી થશે અને અમારા બાળકો અને પરીવાર ફળથી ખાઈ ખુશ થશે એ જ અમારા માટે તો બસ છે.

