સેલવાસ: વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે ત્યારે આજ રોજ સેલવાસના ઉંમરકુઇ બેદુત્ર પાડામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વેક્સીનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે હાલમાં કોરોના મહામારીને અટકાવવા માટે સેલવાસના સ્થાનિક તંત્ર દ્વારા વેક્સીનેશન માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવવાના કારણે આજરોજ સેલવાસના ઉંમરકુઇ બેદુત્ર પાડામાં મોટા પ્રમાણમાં લોકોએ વેક્સીનેશન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં  સેલવાસના જિલ્લા પંચાયતના સભ્ય ગોવિંદભાઇ બુજાડા અને ગામના આગેવાન વસ્યાભાઈ લક્ષીભાઈ ભાવર અને ગણેશભાઈ જેઠેલભાઈ ભાવર જેવા સ્થાનિક આગેવાનોએ પણ વેક્સીનેશન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર આગેવાનો દ્વારા વેક્સીનેશન કરાવતા સ્થાનિક લોકોમાં પણ વેક્સીનેશન કરાવવામાં ઉત્સાહ જોવા મળ્યો હોવાનું સુત્રો જણાવે છે.