પારડી: દેશમાં પીએમ મોદીના રેડિયો પર પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના ભાગરુપે આજે ફરી એક વખત પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. ત્યારે પારડીના અંબાચ શક્તિ કેન્દ્રમાં જીલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી મિત્તલબેન જીતેન્દ્રભાઇ પટેલના ઘરે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
Decision News સાથે વાત કરતા પારડીના તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ભાઇ પટેલ જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમમાં માનનીય મોદીજીએ વર્તમાન સમયની કપરી પરિસ્થિતિમાં કોરોનાને હરાવવા દેશના તમામ લોકોએ વેક્સીન લેવાનું કહ્યું છે અને વેક્સીન લેવા અંગે લોકોને ભ્રમિત કરતાથી બચીને રહેવાનું છે કારણ કે તમે જો વેક્સીન નહીં લગાવો તો કોરોના ભયંકર સ્વરુપ ધારણ કરી શકે છે એમ કહ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મિત્તલબેન, તાલુકા પંચાયત સદસ્ય અંકિત ભાઇ, જીલ્લા ભાજપના મંત્રી હંસાબેન, સરપંચ જ્યંતિભાઈ, તાલુકા ભાજપ ST મોરચાના પ્રમુખશ્રી નટુભાઈ, તથા અન્ય ભાજપના કાર્યકતાઓએ હાજરી આપી હતી.