દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના સમૃદ્ધ જંગલમાં અનેક પ્રકારની વિવિધતાં ધરાવતાં વૃક્ષો સચવાયેલાં છે. એમાંનું એક વૃક્ષ એટલે કાકડો. પ્રદેશમાં વસતા આદિવાસી લોકો કાકડાંનાં ફળો ખાવા માટે તો ઉપયોગ કરે છે તેની સાથે સ્થાનિક બજારોમાં વેચાણ પણ કરતા જોવા મળે છે.

ગુજરાતીમાં ‘કાકઢ‘ ‘ખુશીંબ‘નાં નામે ઓળખાતા આ કાકડાંના ઝાડ પર જૂન માસનાં પ્રથમ અઠવાડિયાથી કાકડાંનાં ફળનું ઉત્પાદન ચાલુ થાય છે આદિવાસીમાં આવતાં ધોડિયા સમુદાયના લોકો લગ્ન પ્રસંગે મંડપ મુહૂર્ત વિધિમાં કાકડાંનાં ડાળની પૂજા કરે છે એવી માન્યતા છે કે કાકડાં અને આંબાનાં ફળાઉ વૃક્ષોથી પૂજા કરવાથી લગ્ન ગ્રંથિથી બંધાતા નવ યુગલોને દાંપત્યજીવનમાં પોતાનાં કુટુંબનો વંશવેલો કાકડાં અને કેરીનાં ઝુમખાંની જેમ વધતો રહે છે.

સમાજના સંસ્કૃતિ સાથે ખુજ જ નજીકથી જોડાયેલા વહેવલના યોગેશ પટેલ  જણાવે છે કેે આદિવાસી સમુદાયનાં લોકો પ્રકૃતિ પૂજક હોવાથી કાકડાંનાં વૃક્ષની ડાળીને પોતાનાં ઘરઆંગણે કે વાડામાં રોપીને ઉછેર કરે છે. કાકડાંનું ઝાડ ખુબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે. કાકડાંનાં પાન સાથે ગુગળનો ધૂપ મચ્છરોનો નાશ કરે છે. સમુદાયનાં આદિવાસીઓ કાકડાનાં ઝાડને પવિત્ર ગણાતા હોવાથી તેને બળતણ કે બીજા ઉપયોગમાં લેતા નથી. કાકડાંનું વૃક્ષ આદિવાસી સમુદાય સંસ્કૃતિ અને આગવી પરંપરાનું પ્રતિક સમાન છે.