વાંસદા: ગતરોજ વાંસદાના બાકડા ગ્રુપ તરફથી આખા વાંસદા તાલુકામાં વિના મુલ્યે સેવા આપવા ફરતી એમ્બુલન્સનો આરંભ વાંસદાના રાજવી પરિવારના વંશજના હસ્તે રીબીન કાપી સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ હસ્તે પુષ્પ અર્પણ કરી દ્વારા લોકાર્પણ કરી આ સેવારથ ફરતો કરવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના બાકડા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી સેવાના ક્ષેત્રમાં કાર્યરત છે તેમણે અત્યાર સુધીમાં દર્દીઓને ઉપયોગી સાધનો, ચકલી ઘર, જીવદયા, મોક્ષરથ,ટિફિન સેવા વગેરે સેવાભાવના કાર્યો કર્યા છે અને ગતરોજ આ ગ્રુપ દ્વારા વાંસદા તાલુકામાં આરોગ્યના ક્ષેત્રમાં સામાન્ય માણસને પણ ઝડપી સારવાર મળી રહે આ ઉદ્દેશથી તાલુકાના દરેક ગામના લોકો માટે એક ફરતી એમ્બુલન્સની ભેટ વાંસદાના તમામ નાગરિકોને આપી છે.

આ પ્રસંગ અને પ્રસંગમાં હાજર મહેમાનો એ શું કહ્યું જુઓ આ વિડીયોમાં…

આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં બાકડા ગ્રુપ દ્વારા દાતાઓનું સ્વાગત કરી પ્રસંગમાં આવેલા મહેમાનો શ્રી પારસભાઈ શાહ, ધારાસભ્ય અનંત પટેલ, ગોતમ પટેલ, અનુપસિંહ સોલંકી, મગનભાઈ પટેલ, વિરલ વ્યાસ, ડો.રોહનભાઈ પટેલ જેવાઓ દ્વારા તેમને પ્રમાણપત્ર આપી એમની સેવાને બિરદાવવામાં આવી હતી