સેલવાસ: આજરોજ સેલવાસના દપાડા ગામમાં પ્રકૃતિને બચાવવાના હેતુ સાથે બાળકોમાં પર્યાવરણની અગત્યતા વિષે જ્ઞાન વિકસીત થાય એવા ઉદ્દેશ સાથે સમાજસેવક શ્રી સંદીપભાઈ તુમડાના સહયોગથી રાધા ગામમાં રાણી દુર્ગાવતી છાત્રાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ સેલવાસ વિસ્તારમાં હાલની પર્યાવરણની સ્થિતિનો ખ્યાલ કરતાં બાળકોમાં પર્યાવરણ સુરક્ષા અંગેના ખ્યાલ અને એની અગત્યતા વિષે જ્ઞાન મળે એવા ઉદ્દેશ સાથે સેલવાસના જાણીતા સમાજસેવક સંદીપભાઈ તુમડાના સહયોગથી આજે રાધા ગામમાં આવેલી રાણી દુર્ગાવતી નામની છાત્રાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષોની ઓળખ કરાવી તેમના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં લોકોમાં જોવા મળી રહેલા પર્યાવરણની બેકાળજી ભર્યા વર્તનને ધ્યાનમાં લઈને આવનારી નવી પીઢી એટલે કે બાળકોમાં પ્રકૃતિના જ્ઞાન અને પ્રકૃતિને સાચવવાના સંસ્કાર સિંચનના આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.