ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કમ્પાઉન્ડની દીવાલ શરુવાતી ચોમાસાના વરસાદી ઝાપટામાં જ ધરાશય થવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે ગ્રામ્યજનો સરકારી બાંધકામ શાખાના કામમાં કચાસ રાખ્યાના સવાલો ઉઠાવી રહ્યા છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગતરોજ વરસેલા ભારે વરસાદના ઝાપટાંના કારણે રાનવેરીકલ્લા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કંપાઉન્ડની દીવાલ વાંઝણા છાબડીના ભગત ફળિયા જતા માર્ગ પર પડી ગઈ હતી ચોમાસાના શરૂવાતી વરસાદમાં આ કંપાઉન્ડની દીવાલનું પડી જવું સરકારી બાંધકામ શાખા પર કામગીરીમાં કચાસ રાખ્યાનું ગ્રામ્યજનો જણાવી રહ્યા છે

રાહતની વાત એ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કંપાઉન્ડની દીવાલ પડી જવાના કારણે છાબડીના ભગત ફળિયા જતા માર્ગ પર અવર-જવર કરતા માણસો કે પશુઓ ને નસીબ સંજોગે કોય જાનહાની થવા પામી ન હતી. ગામ લોકોમાં આ દિવાલનું ઝડપથી સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.