ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ધેજ ગામના નાના ડુંભરીયાનો યુવાન મામાને ત્યાં ફર્નિચરનું કામ કરવા જાઉ છું કહી નીકળ્યા બાદ ગુમ થયો હતો. બાદમાં પરિવારે શોધખોળ કરતા ઘરમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં પ્રેમસંબંધમાં નિષ્ફળ જતાં ઘર છોડવાનું કારણ લખ્યું હતું. આ બાબતે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધેજ ગામના નાના ડુંભરીયાના બચું પટેલનો દીકરો વિકાસ પટેલ  (ઉ. 26) નોકરી કરતો હતો. પરંતુ લોકડાઉન ને કારણે વિકાસને નોકરીમાંથી છૂટો કરતાં એક વર્ષથી ઘરે જ હતો. ગત તારીખ 17મી મે એ કલવાડા ગામના  મામા નરેશ પટેલને ત્યાં જાઉં છું કહી વિકાસ નીકળ્યો હતો. પરિવારે નરેશભાઈને ફોન કરતાં ખબર પડી કે વિકાસ મામાને ત્યાં ગયો જ ન હતો.

આથી વિકાસને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતા પરિવારને શંકા જતા વિકાસના રૂમમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, સોરી, મમ્મી પપ્પા, હું છેલ્લા એક મહિનાથી ટેન્શનમાં છું. હું પાંચ વર્ષથી સોનાલી સાથે રિલેશનમાં હતો.પરંતુ નાંધઈના કૌશિક પટેલે સોનાલીને 20 હજાર રૂપિયા આપીને એની ગર્લફ્રેન્ડ બનાવી લીધી છે.કૌશિકને પણ એ વાતની ખબર હતી જ કે હું અને સોનાલી એકબીજાને પ્રેમ કરીએ છીએ. છતાં તેણે આવું કર્યું.

કૌશિક લોકોને જણાવતો કે, જો પોલીસ સ્ટેશનમાં આ વાત જશે તો સોનાલી અમારા બાજુથી બોલશે એટલે તમારું કઈ નહી થાય.બીજી તરફ સોનાલીની મમ્મી કહે છે કે, કૌશિક તો સોનાલીનો ભાઈ થાય. પણ કૌશિકને પૂછતાં તેણે કહ્યું હતું કે, હું અને સોનાલી તો લગન કરવાના છીએ. આવી જાણ વિકાસના પરિવારને થતા વિકાસના પરિવારે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારે બાદ આ ઘટનાની વધુ તપાસ કરતા ખેરગામ પોલીસે આ યુવાનને ડાંગમાંથી શોધી કાઢ્યો.

પ્રેમમાં નાસીપાસ થયેલાં વિકાસ ડાંગથી મળી આવ્યો, યુવાન અંગે પરિવારે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જો કે આજે ડાગનાં વાઝાતઆંબા ગામે રહેતા સુનીલ ચૌધરીના ઘરેથી વિકાસ મળી આવ્યો હતો. પરિવાર યુવકને લઈ મોડી સાંજે ખેરગામ પોલીસ મથકે હાજર થયાં હતા.