ધરમપુર: છેલ્લા ૨૦ વર્ષથી વલસાડ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણનાં ક્ષેત્રમાં સેવારત દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આજરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ઓક્સિજન કોન્સટ્રેટર મશીનનું લોકાર્પણ અને વિતરણ કાર્યક્રમ બારોલીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા હાલ કોરોના સંકટ કાળમાં વિવિધ પ્રકારની રાત કામગીરી જેવીકે નિશુલ્ક ઓક્સિજન કોન્ટ્રાક્ટર મશીન, કોવીડ મેડિકલ કીટ, રેપિટ ટેસ્ટ કીટ, માસ્ક બનાવીને વિતરણ, આયુર્વેદ ચૂર્ણ, જરૂરીયાત મંદ વ્યક્તિઓને અનાજ કીટ વિતરણ એવી ઘણી પ્રકારની કામગીરી કરવામાં આવી છે. તેમાં આજે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામમાં ઘરે જ ઉપયોગી બને એવા 1 લી. વાળા ઑક્સિજન મશીન 11 ગામોમાં 22 જેટલા ઑક્સિજન મશીન વિતરણ કરવામાં આવ્યું.

Decision News મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ધરમપુર તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમીલાબેન ગાંવિત, જિલ્લા સભ્યશ્રી ઉર્મિલાબેન બિરારી, સરપંચશ્રી ગણેશભાઈ બીરારી, શાળા અધ્યક્ષશ્રી મુકેશભાઈ ચૌધરી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, ગામની આશાવર્કર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહન કર્યા હતા. ટ્રસ્ટમાં સેવા માટે આગળ આવેલ એવા ધરમપુર નાં પ્રોજેકટ કોડીનેટર વિમલભાઈ ચૌધરી અને તેમની પુરી ટીમ ઉપસ્થિત રહ્યા હતા.