ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના CYSS દ્વારા સમગ્ર ગુજરાતની સ્કૂલ કોલેજોમા 50 ℅ફી માફી આપવા અને કોરોનાકાળમા માતા-પિતા ગુમાવનાર બાળકોનો ભણતર ખર્ચ ઉઠાવવા બાબતે મામલતદાર સાહેબ મારફતે માન. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Decision Newsને CYSS આપેલી માહિતી મુજબ વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે તમામ નાના મોટા ઉદ્યોગોને મોટો ફટકો પડયો છે જેથી ઘણા લોકો ની રોજગારી છીનવાઈ છે અને હાલ લોકો બેરોજગાર બન્યા છે આ કારણે વાલીઓ હાલ સ્કૂલ કોલેજની ફી ભરવા માટે સક્ષમ નથી આ કારણોસર વિદ્યાર્થી તથા વાલી હિતને ધ્યાનમાં રાખી હાલ ફી માં ઘટાડો કરી વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે તેમજ કોરોનાકાળમાં માતા -પિતા ગુમાવનાર બાળકોનો ભણતરનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે તેવી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાતની માંગ છે.

ખરેખર કોરોના મહામારીની પરિસ્થિતિમાં રાજ્યમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખી જો શિક્ષણ ફ્રી માં 50℅ ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવે તો તે નિર્ણય ખરેખર જનહિતમાં હશે.