દક્ષિણ ગુજરાત: આદિવાસી વિસ્તારોના ડુંગરો પર ઊગી નીકળતી એક કંદમૂળ (સુરણની મૂળ વનસ્પતિ) પ્રકારની વનસ્પતિ છે. જેણે આદિવાસી લોકો સેવળા નામથી ઓળખે છે આવો જાણીએ આદિવાસીના આ સેવળા નામની પરંપરાગત સબજીની માહિતી મેળવીએ
Decision News મળેલી માહિતી મુજબ આ સેવળા નામની વનસ્પતિ વરસાદના આગમન સાથે આદિવાસી વિસ્તારના ડુંગરોમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિ વર્ષમાં એક જ વાર નીકળે છે તે પણ ફક્ત ચોમાસાની ઋતુ માં જ ! ચોમાસાં દરમિયાન આદિવાસી લોકો ખોરાક તરીકે શેવળાની ઉપયોગ કરે છે. આદિવાસીઓ સેવળા ઔષધિ તરીકે ગણે છે. તેનાથી શરદી તાવ તથા ચોમાસામાં થતા અનેક રોગો દૂર થાય છે.
હનમતમાળના એશુરડા ફળિયાના રમેશભાઈ કાંશિયા ઉર્ફ ટાઇગર રસોઈ વિધિ Decision Newsને જણાવે છે કે ડુંગર પરથી સેવળા ઉખેડી લાવ્યા બાદ પ્રથમ તેને ધોવામાં આવે છે ત્યાર બાદ ઉપરની શાલ કાઢી નાની છીણ કરવામાં આવે છે તે પછી બોંડારા નામના ઝાડના પાન ને આ છીણ સાથે મિશ્રણ કરી બાફ માટે મુકવામાં આવે છે જેથી સેવળા ગળા ખંજવાળતા નથી ૧ કલાક જેટલા સમય બાફ થયા બાદ એને ડુંગળીના વઘાર કરી આ સેવળાની રસોઈ તૈયાર થાય છે. તેથી તે ખંજવાળતા નથી. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આદિવાસીઓ સેવળાને વરસાદી ઋતુનો આરોગ્યપ્રદ ખોરાક તરીકે માનતા હોય છે.