ખેરગામ: હાલમાં આવી પડેલી કોરોના મહામારીમાં ન જાણે કેટલા બાળકો અનાથ બન્યા કેટલા માં ઓએ પોતાના જીવ સમા પુત્ર ખોયા કેટલાએ પોતાના પત્ની ખોઈ અને કેટલાંક તો આખો પરિવાર ગુમાવી બેઠા છે આ કોરોના કહેર વચ્ચે પોતાના પુત્રને ગુમાવી નિરાધાર બનેલી એક માં નું દર્દ બયાન કરતો કિસ્સો નવસારીના ખેરગામ તાલુકામાંથી સામે આવ્યો છે

Decision Newsને મળેલી જાણકારી અનુસાર ખેરગામ તાલુકાના ભૈરવી ગામના ઝરા ફળીયામાં આદિવાસી સમાજની એક માં (સવિતાબેન છોટુભાઈ પટેલ) આ કોરોના કાળમાં પોતાના પુત્રને ગુમાવી દીધો છે આ માં ના પરિવારમાં પુત્ર સિવાય કોઈ નથી હાલમાં આ માં એકલા અને નિરાધાર બન્યા છે સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ આવાસ મળેલ છે પરંતુ તે બિસ્માર હાલતમાં છે આવા સંજોગોમાં આ માં નો સહારો કોણ ? આપણા સમાજમાં આવી કપરી પરિસ્થિતિમાં સાથ આપવા કે મદદનો હાથ લંબાવા વાળાઓ ઘણા છે આ ઉપરાંત સેવાભાવી સંગઠનોને પણ Decision Newsની અપીલ છે કે આ માં નો સહારો બની જિંદગીના બચેલા આ માં ના દિવસો ખુશીથી વિતાવે એવો પ્રયાસ કરીએ. માનવ થઇ માનવતાનો ધર્મ નિભાવીએ

આપણા વડલાઓ કહેતા કે કપરા સમયમાં જે મદદનો હાથ આપે છે એનો હાથ ભગવાન ઝાલે છે આવો આ કપરા સમયમાં નિરાધાર બનેલી માં નો સહારો બનીએ માનવી હોવાની ફરજ પૂરી કરીએ