પ્રતિકાતમ્ક ફોટોગ્રાફ્સ

ચીખલી: બે પહેલાં ચીખલી તાલુકાના ખાંભડા ગામમાંથી 13 લાખના ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડયા હતા પણ હજુ સુધી ચીખલી વન વિભાગના અધિકારીઓ લાકડાચોરોને પકડી શક્યા નથી બોલો શું કહેવું ? હાલમાં વન વિભાગ ચીખલીની આ ઢીલાસ ભરી કાર્યવાહીને લોકો જાહેરચોક વખોડી રહ્યા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલી રેન્જના RFO અને સ્ટાફે મંગળવારની રાત્રિએ ખાંભડા ગામના સામર ફળિયામાં GJ-31-ટી-5265 નંબરના ટ્રકમાં વાહતુક ઘડતર કરેલા ખેરના 848 નંગ લાકડા 13,185 ઘનમીટરનો રૂ. 13 લાખની કિંમતનો જથ્થો ઝડપી લીધો સાથે જ ટ્રક ના 12 લાખ મળીને 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પણ ટ્રકચાલક અને એક પણ આરોપી વન વિભાગને હાથ લાગ્યો નહિ બોલો ? આજે બે દિવસ વીતી ગયા છતાં  ચીખલી વનવિભાગના અધિકારીઓના હાથ ખાલી છે. ખેરની તસ્કરીના મુખ્ય સૂત્રધાર હજુ પણ મોજમાં ફરતો હશે..!

સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે આ લાકડાનો જથ્થો ખાંભડા કે આજુબાજુના ગામમાંથી લવાયો હતો કે પછી અન્ય તાલુકા-જિલ્લામાંથી ખાંભડા ગામમાં લાવી ટ્રકમાં ભરવામાં આવ્યો હતો ? આ જથ્થો ભરાવનાર મિસ્ટર ઇન્ડિયા કોણ હશે જે બે-બે દિવસના વહાણા વહી ગયા છતાં ચીખલી વન વિભાગના અધિકારીઓ.. લખતો નથી.. સમજી જાવ..!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here