નવી દિલ્હી: આજના ટીઆરપી આધારિત પત્રકારત્વનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. પ્રસિદ્ધ એન્કર અંજના ઓમ કશ્યપે દેશના મોટા આર્થિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓને બાજુ પર મૂકીને સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર શિક્ષણ આપતા વ્યક્તિઓ સામે આકરા હુમલા શરૂ કર્યા છે.
નવી દિલ્હીના એક સ્ટુડિયોમાં કેમેરા સામે બેસીને અંજનાએ કહ્યું, “આ યુટ્યુબવાળા શિક્ષકો દેશને બગાડી રહ્યા છે.” જો કે વિરોધીઓનું કહેવું છે કે જ્યારે મોંઘવારી, બેરોજગારી, કૃષિ સંકટ અને સરહદી સુરક્ષા જેવા મુદ્દાઓ પર ઊંડી ચર્ચા જરૂરી છે, ત્યારે કેટલાક એન્કર્સ વ્યક્તિગત અહંકાર અને વ્યુઝ માટે નાના-નાના ટાર્ગેટ પર આક્રમણ કરી રહ્યા છે.
આ મામલે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું છે:
1 “જ્યારે દેશમાં અસલી સમસ્યાઓ છે ત્યારે આ લોકો યુટ્યુબ શિક્ષકો પાછળ પડી ગયા છે.”
2 “TRP માટે જે પણ થાય, બસ રાડારાડ કરો અને વાઇરલ થાઓ – આ જ આજનું પત્રકારત્વ બની ગયું છે.”
એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે કહ્યું, “સવાલ પૂછવાના નામે માત્ર અહંકાર સંતોષવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. દેશની ચિંતા કરતાં પોતાના સોશિયલ મીડિયા વ્યુઝ અને ચેનલની રેટિંગની ચિંતા વધારે થઈ ગઈ છે.”
પત્રકારિતાની નવી તર્કીબ?
આ ઘટનાએ એક વખત ફરી ચર્ચા ઉઠાવી છે કે આજના મોટા ભાગના ટીવી ડિબેટ મુદ્દાઓને ઉકેલવા માટે નહીં, પરંતુ ટીઆરપી અને વાયરલ થવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. ‘બે કોડીના પત્રકારો’ જેવા શબ્દો હવે સામાન્ય થઈ ગયા છે. શું આવા એન્કર્સ ખરેખર પત્રકારિતાની ભાવના સાથે ન્યાય કરી રહ્યા છે કે માત્ર નાટક કરીને ટીઆરપીનો ખેલ ખેલી રહ્યા છે ? આ સવાલ હજુ અનુત્તરિત છે.











