ઉમરગામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક હેરાનકારક ઘટના સામે આવી છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાતે ટ્રેન નીચે પડીને આત્મહત્યા કરી લીધી છે.

Decision News ને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે રાત્રે ટ્રેન આવતી હતી ત્યારે તેની સામે કૂદીને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક મામલો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ સુધી આ આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં મામલતદારના પરિવારજનો, સાથી અધિકારીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. તેમના મોબાઇલ, નોંધપોથી અને અન્ય સામગ્રીની તપાસ પણ ચાલી રહી છે.

આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. તેઓ ધરમપુર તાલુકાના શેરીમાલ ગામના વ્યક્તિ હતા પણ 54,પલ પાર્ક સોસાયટી અબ્રામા વલસાડ ખાતે રહેતા હતા, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં એક ઉચ્ચ અધિકારીના આવા અચાનક આપઘાતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે, પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવાની સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here