ચીખલી: હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારી જિલ્લામાં પક્ષ-પલટાની માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ચીખલી તાલુકાના હરણગામના ડેપ્યુટી સરપંચે પોતાના 100થી વધુ કાર્યકરો સાથે કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડતા રાજકારણમાં ગરમાવો છવાઈ ગયો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં ચીખલીના હરણગામના ડેપ્યુટી સરપંચે ભાજપ સાથેના છેડા ફાડીને કોંગ્રેસનો હાથ પકડયો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, હરણગામના 100થી વધુ સક્રિય ભાજપ કાર્યકરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂત બનાવશે.

કોંગ્રેસમાં જોડાયેલા ડેપ્યુટી સરપંચની પત્ની રાનકુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ચીખલી તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હસ્તગત કરવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. ચીખલી અને વાંસદા પંથકમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here