ખેરગામ: ઘેજ ગામના યુવાનો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગ્રામ્ય ઢોડિયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહેલ છે જેમાં આ વર્ષે 30 જેટલી ટિમોએ ભાગ લીધેલ હતો અને ફાઇનલમાં ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન અટગામની ટીમ અને યજમાન ઘેજ બજરંગ ઇલેવન વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી.
Decision News ને મળેલી જાણકારી ઘેજની ટીમે પ્રથમવાર કપ જીતવાના મક્કમ ઈરાદાઓ સાથે મેદાનમાં ઉતરી જીગર અને દિગુએ 2 ઓવરમાં 34 રન મારી દેતા અટગામની ટીમ દબાણમાં આવી જતા રોનક રાજાએ આક્રમક બેટિંગ કરી અટગામની ટીમને જીતાડવા મહેનત કરી હતી પરંતુ તે નિષ્ફ્ળ નીવડી હતી.આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ જીગર પટેલ, બેસ્ટ બેટ્સમેન દિગુ અને બેસ્ટ બોલર રોનક રાજા, બેસ્ટ ફિલ્ડર નેહલ બન્યા હતા.
ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઘેજના રૂઢિગ્રામસભા અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,નિકુંજ પટેલ અને સરપંચ રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોએ ક્રિકેટની રમત હોય કે સમાજ અને દેશ માટે એક રહેવાની વાત હોય હમેશા એક રહેવાની હાકલ કરી હતી અને દર્શકોને રામનવમીની શુભકામના પાઠવી હતી.ટુર્નામેન્ટને સફળ બનાવવા અંકિત પટેલ, જીગર, નેહલ, અભય, પરીમલ, યોગેશ, શિવો, અનીશ, મુન્નો, જય વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.











