વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ગોધાબારી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ગોધાબારીનો લોકાર્પણ કાર્યક્રમ તથા અંગદન દેહદાન ચક્ષુદાન સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), અવિનાશ પટેલ (હિસાબી અધિકારી જિ.પંચાયત વલસાડ), સંગીતાબેન પાડવી (સરપંચ ગોધાબારી), હંસાબેન ગાંગોડા (સરપંચ હોળીપાડા) વિનોદભાઈ પટેલ (સરપંચ મોટી ભમતી)ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીત તથા પુષ્પ છોડ આપી કરવામાં આવ્યું હતું. રેઈન્બો વોરીયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરી સ્નેહલબેન ચવધરીનું ફળાઉ છોડ આપી શાલ ઓઢાડી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તથા ગોધાબારી, હોલીપાડા, મોટી ભમતી ગામના અત્યાર સુધીના તમામ સરપંચોનું પુષ્પછોડ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા ગ્રામ વિકાસમાં એમના યોગદાનને બિરદાવ્યું હતું.

પોતાના પિતાનું દેહદાન કરનાર પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતાએ અંગદન દેહદાન ચક્ષુદાન વિશે સુંદર માર્ગદર્શન પૂરું પડ્યું હતું તથા માનવના મૃત્યુ બાદ અંગદન દેહદાન ચક્ષુદાન કરવા માટે અપીલ કરી હતી. જેના ફળ સ્વરૂપે 5 જેટલા વ્યક્તિઓએ અંગદાન, દેહદાન, ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સ્વ પિતા ગુલાબભાઈ વી. પટેલનું દેહદાન કરનાર ગીરીશભાઈ પટેલ તથા પરિવારજનોનું શાલ ઓઢાડી સ્મૃતિપત્ર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સાકાર વાંચન કુટીર ગોધાબારીમાં upsc, gpsc તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ યુવાનો માટે સાકાર વાંચન કુટીર આશીર્વાદ રૂપ બનશે. સાકાર વાંચન કુટીર ગોધાબારી માટે ગોધાબારી, હોલીપાડા, મોટી ભમતી ગામના ,યુવાનો, આગેવાનોએ ખુબજ ઉદાર હાથે આર્થિક દાન કર્યું હતું તથા અન્ય જરૂરિયાતો સમયે આર્થિક સહયોગની ખાતરી આપવામાં આવી હતી

આ પ્રસંગે અમદાવાદ હાઇકોર્ટના વકીલ પ્રકાશભાઈ પંડ્યા, કૃણાલભાઈ, જયંતીભાઈ પટેલ શીતલ છાંયડો લાઈબ્રેરી નગરીયા, નીમેશભાઈ ગાંવિત નાયબ ઓડીટર લોકલ ફંડ નવસારી, ચૈતન્ય પટેલ સબ એકાઉટન્ટ વલસાડ, મનીષભાઈ (સરપંચ ચઢાવ), જીતુભાઈ (સરપંચ નાની ભમતી), ગુમાનભાઈ (ખજાનચી નવસારી શિક્ષક સંઘ), કિરણબેન પટેલ શિક્ષક , અંબુભાઈ ગામીત કુકડા ગામીત સમજ પ્રમુખ, કમલેશભાઈ bsf હોલીપાડા, જયેશભાઈ પટેલ (જય સ્વાદિષ્ટ હોટલ વાંસદા) ડૉ. વિરેન્દ્ર ગરાસિયા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વાચકોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા ગોધાબારી, હોલીપાડા, મોટી ભમતી ગામના સરપંચશ્રીઓ, રાજુભાઈ અશ્વિનભાઈ, ઠાકોરભાઈ, ભગુભાઈ, વિજયભાઈ, અશીક્ભાઈ ,કલ્પેશભાઈ, ઉમેશભાઈ, સુનિલભાઈ તથા યુવાનો આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન કલ્પેશભાઈ, સંજયભાઈ તથા રેઈન્બો વોરીયર્સ ધરમપુરના કૉ.ઓ શંકર પટેલે કર્યું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here