પાટણ: હાજીપુર ગામના સામાન્ય પરિવારમાંથી આવતી ચાર સગી બહેનોએ અથાગ પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે નિમણૂંક મેળવીને સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ બનાવ્યું છે. જાગૃતિ ચૌહાણ, હીના ચૌહાણ, પ્રિયંકા ચૌહાણ અને હેતલ ચૌહાણ નામની આ બહેનોએ પોતાના પરિશ્રમથી પરિવારના સંઘર્ષને સફળતામાં બદલી નાખ્યો છે.

આ બહેનોના પિતા ઈશ્વરભાઈ ચૌહાણ પ્લમ્બરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેમણે દીકરીઓના શિક્ષણ અને વિકાસમાં કોઈ કસર છોડી નથી. માતા-પિતાના પ્રોત્સાહન અને કોચ રમેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ બહેનોએ રમત-ગમત સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી. તેઓ એથલેટિક્સ અને અન્ય રમતોમાં પણ સક્રિય રહ્યા છે, જેમાં હેતલે 40થી વધુ મેડલ જીત્યા છે. આજે આ ચારેય બહેનો ગુજરાત પોલીસના બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી છે:

તેમની ઉંમર 24થી 30 વર્ષ વચ્ચે છે અને તેઓએ અલગ-અલગ તારીખે નિમણૂંક મેળવી છે, પરંતુ એકસાથે પોલીસ બનવાની તેમની સફર અને જુસ્સો અદ્ભુત છે. આ કહાની સાબિત કરે છે કે અથાગ પ્રયત્નો, પરિવારનો સાથ અને યોગ્ય માર્ગદર્શન હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી. ચૌહાણ બહેનો આજે યુવાનો અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે, જેઓ સમાજમાં સકારાત્મક ફેરફાર લાવી રહી છે. આવી પ્રેરણાદાયી સફળતા વારંવાર યાદ અપાવે છે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી !


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here