વાંસદા: કેલિયા ડેમનો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ વિકાસ અને પૂર નિયંત્રણ માટેના રાજ્ય સરકારના પ્રયાસો સાથે જોડાયેલો છે. આ ડેમ ગુજરાત સરકારના નર્મદા, જળ સંસાધન, જળ પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ આવે છે.
Decision News એ મેળવેલી જાણકરી મુજબ કેલિયા ડેમનું નિર્માણની વર્ષ 1980માં ગુજરાત સરકારના જળ સંસાધન વિભાગ (હાલના નર્મદા, જળ સંસાધન, જળ પુરવઠા અને કલ્પસર વિભાગ) હેઠળ કરવામાં આવ્યું હતું અને વર્ષ 1983માં ડેમનું નિર્માણ પૂર્ણ કરી તેનો લાભ ખેડૂતો સુધી પોહ્ચાડવાના કાર્યનો આરંભ થયો હતો આ ડેમના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય વિષે વાત કરવામાં આવે તો સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે બનાવવામાં આવ્યો. આ ડેમ ખરેરા નદી (Kharera River – કાવેરી નદીની ઉપનદી) પર વાંસદા તાલુકાના કેલિયા ગામ પાસે આવેલો છે. તેનો લાભ મુખ્યત્વે આદિવાસી વિસ્તારોના ખેડૂતોને મળે છે, જ્યાં સિંચાઈની સુવિધા વધારીને ખેતીનું ઉત્પાદન વધારવા માટે થાય છે.
કેલિયા ડેમની ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 18.10 MCM (મિલિયન ક્યુબિક મીટર) – આ મૂળ નિર્માણ સમયની છે. લાઇવ સ્ટોરેજ ક્ષમતા : 17.35 MCM (અથવા કેટલાક અપડેટેડ રિપોર્ટમાં 19.23 MCM સુધીની વધારો થયો છે (ડેમ હાઇટ વધારા પછી). ડેડ સ્ટોરેજ: આશરે 0.75 MCM, ફુલ રિઝર્વાયર લેવલ (FRL): 113.40 મીટર, રિઝર્વાયર એરિયા FRL પર: 3.18 km², મહત્તમ ડિસ્ચાર્જ (સ્પિલવે): 1225 m³/s હોવાની વિગતો ગુજરાત સરકારના નર્મદા, જળ સંસાધન વિભાગ (guj-nwrws.gujarat.gov.in) અને સેડિમેન્ટેશન સ્ટડી રિપોર્ટ (NHP/MoWR)માંથી મળે છે.
ડેમની હાઇટ વધારા પછી (1994 આસપાસ) ગ્રોસ ક્ષમતા 19.98 MCM સુધી પહોંચી હતી, પરંતુ સામાન્ય રીતે 18.10 MCM તરીકે જાણીતી છે.
ટેકનિકલ વિગતોને જોઈએ તો બંધનો પ્રકાર: Rolled Filled Zone Type નો છે, આધાર ખડક Amygdaloidal Porphyritic Basalt, મહત્તમ ઊંચાઈ: પાયાથી 27.50-28.10 મીટર (લગભગ 115 ફૂટ), કુલ લંબાઈ: 814 મીટર (કોંક્રીટ સ્પિલવે 113 મીટર + માટીબંધ 701 મીટર), સ્ટોરેજ ક્ષમતા: ગ્રોસ 18.10-19.98 MCM, ઇફેક્ટિવ/લાઇવ 17.35-19.23 MCM (હાઇટ વધારા પછી), FRL (Full Reservoir Level): 113.40 મીટર (આ સપાટીએ ઓવરફ્લો થાય છે). સ્પિલવે: Chute Spillway, અનગેટેડ, મહત્તમ ડિસ્ચાર્જ 1225 m³/s. જોવા મળે છે.
1980ના દાયકામાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ વિસ્તાર વધારવા માટેના વ્યાપક કાર્યક્રમના ભાગરૂપે આ પ્રોજેક્ટ લેવામાં આવ્યો. ડેમે મુખ્યત્વે આદિવાસી ખેડૂતોને વિશ્વસનીય પાણી પુરવઠો આપીને ખેતીમાં ક્રાંતિ લાવી હતી. ચોમાસામાં ડેમ ઘણી વખત 100% ભરાઈને ઓવરફ્લો થાય છે જેનાથી સ્થાનિક પર્યટન અને સુંદર દૃશ્યો પણ વધ્યા છે.
નોંધ: વધુ માહિતી DECISION NEWS ના તપાસ હેઠળ છે. આ ડેમ પર થતા કરોડો રૂપિયાના કામોની પોઝિટીવ કે નેગેટીવ વિગતો આપ સુધી ઝડપથી પોહ્ચાડવા પ્રયત્નશીલ બનશું.











