વલસાડ: વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરા 17 વર્ષીય (નામ બદલ્યું છે) સવિતા નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવતા સુસાઇડ નોટમાં લખ્યું- એણે મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના કારણે મરું છું.
સવિતા તેના પરિવાર સાથે રહેતી હતી આ ઘટનાના દિવસે તે કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેની માતાએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં, ડિમ્પલને મન દુઃખ લાગી આવ્યું હતું. આ પછી તેણે સુસાઇડ નોટ લખી એસિડ ગટગટાવ્યું હતું પણ પરિવારના સભ્યોને ઘટનાની જાણ થઇ જતાં તેને બચાવવાના નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી પણ સારવાર દરમિયાન સગીરાનું કરુણ મોત થયું હતું.
ઘટના અંગે પોલીસ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સગીરાના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી આપવામાં આવી હતી.











