ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના તીસ્કરી ગામના રહીશો દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની ગામમાં સ્થાપનાનો ધરમપુર તાલુકા વિકાસને પત્ર લખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યાની ઘટના સામે આવી છે.

ધરમપુર તાલુકાના તીસ્કરી તલાટ ગામના રહેવાસીઓએ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની ગામમાં સ્થાપનાનો ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી કડક વિરોધ નોંધાવ્યો છે.આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લખેલ પત્રમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ તેઓના ગામમાં સ્થાપાવાનું હોય તેવી માહિતી મળી છે જે ગામના હિતમાં હોય એવું જણાતું નથી.ગ્રામજનોએ પ્લાસ્ટિક વેસ્ટ અને તેનાથી ગામના પર્યાવરણ સાથે થનાર આડઅસરો અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં યુવા આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે એકબાજુ વાંકલ અને ફ્લધરા ગામના સ્થાનિકો મેરીટ પોલીમર કંપનીનો છેલ્લા 4 વર્ષથી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે તીસ્કરી ગામમાં સંભવિત રીતે બનવા જઈ રહેલા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ સામે ગ્રામજનોની ચિંતા એકદમ વ્યાજબી છે.હાલમાં વિકાસની આંધળી દોડમાં પર્યાવરણનું ભારે નુકસાન થઇ રહ્યું છે અને અનુસૂચિ પાંચમા આવતા આદિવાસી વિસ્તારોને રીતસરના ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણકે તંત્ર સારી પેઠે જાણે છે કે આદિવાસી વિસ્તારોની ભલીભોળી અને કાયદાથી અજ્ઞાન પ્રજા ઝાઝો વિરોધ કરી શકશે નહીં આથી મનમાની ચલાવી શકાશે,પરંતુ જળ,જંગલ અને જમીનને નુકસાન પહોંચાડનાર કોઈપણ પ્રોજેક્ટનો અમે કાયદાકીય રાહે મજબૂત વિરોધ કરીશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here