ગાંધીનગર: આદિવાસી સમાજના લોકોના બહેતર ભવિષ્ય માટે હંમેશા લડતમાં પહેલાં રહેતા નેતા ચૈતર વસાવા આદિવાસીની જમીનો વિકાસના નામે લેવામાં આવી રહી છે, ગ્રામસભાની મંજૂરી વગર પ્રોજેક્ટ ન થાય તેવી માંગ વિધાનસભામાં કરવામાં આવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, આદિવાસીઓનો અંબાજીથી ઉમરગામનો વિસ્તાર એ શિડ્યુલ એરિયામાં આવે છે. એને બંધારણની કલમ 13 (ક) અંતર્ગત રૂઢિગત ગ્રામસભાને પાવર આપવામાં આવ્યા છે. પેસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામસભાને સર્વોપરી ગણવામાં આવી છે.
મેં આજે સરકારને કહ્યું કે ચાહે અંબાજી હોય, કેવડિયા હોય, આંબા ડુંગર હોય કે નસવાડી હોય કે આવા અનેક વિસ્તારોમાં આદિવાસી લોકોની જમીન વિકાસના નામે બારોબાર લઈ લેવામાં આવે છે, તો સરકાર આ બધું અટકાવે, જ્યાં સુધી ગ્રામસભા પરવાનગી નહીં આપે, ત્યાં સુધી કોઈપણ પ્રોજેક્ટ માટે જમીનો ન લેવામાં આવે એવી અમે વિધાનસભામાં રજૂઆત કરી છે.











