વલસાડ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, રોજગારીની તકો, મહિલા અધિકારો તેમજ વિવિધ સરકારી અને બિન-સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાનાર, સમાજસેવા અને મહિલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં છેલ્લા ૧૯ વર્ષથી અવિરત સેવાકાર્ય કરી રહેલા લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબાને પણ ખૂબ જ ગૌરવપૂર્વક સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી. ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી અજયભાઈ આ સન્માન હર્ષ અને ગર્વ સાથે પ્રાપ્ત કર્યું. લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા શિક્ષણ, કન્યા કેળવણી, સ્વ-રોજગાર, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, ગૃહ ઉદ્યોગ તેમજ સરકારી યોજનાઓનો લાભ અને જાગૃતતા જેવા વિવિધ ક્ષેત્રોમાં અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

આ સન્માન ટ્રસ્ટના મહિલાઓના આત્મનિર્ભરતા અને સમાજસેવાના કાર્યોની સતત ઓળખરૂપે મળ્યો છે. પારડીમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here