ગુજરાત: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. નવી કિંમતો શનિવાર, 7 માર્ચથી લાગુ થઈ ગઈ છે. ANIના સૂત્રો અનુસાર ઘરોમાં ઉપયોગ લેવાતા રાંધણ ગેસના ભાવમાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો થયો છે.

આ ઉપરાંત હોટલ, ઢાબાઓ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા 19 કિલો LPG ગેસ સિલિન્ડરના ભાવામાં 115 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં ગેસનો ભાવ જોઈએ તો, અમદાવાદમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 860 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,759 રૂપિયા થયો છે. રાજકોટમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 858 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,732 રૂપિયા થયો છે.

વડોદરામાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 859 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,802 રૂપિયા થયો છે. સુરતમાં રાંધણ ગેસના 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 858 રૂપિયા જ્યારે કોમર્શિયલ ગેસના 19 કિલોના સિલિન્ડરમાં 1,692 રૂપિયા થયો છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here