વાંસદા: આજે ગુજરાતના ડાંગ જિલ્લાના વાંસદા વિસ્તારમાં આદિવાસી સમાજના પ્રમુખ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. માધુભાઇ ભોયેની 18મી પુણ્યતિથિ છે. તેમને ‘રાજકીય ભીષ્મ પિતામહ’ તરીકે ઓળખવામાં આવતા હતા, જેઓ આદિવાસી સમુદાયના અધિકારો અને વિકાસ માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષો, આદિવાસી સંગઠનો અને સ્થાનિક લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે સ્વ. માધુભાઇ ભોયે ડાંગ-વાંસદા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ પાર્ટી તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આદિવાસી વિસ્તારોમાં વન અધિકારો, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ન્યાય માટે તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે આદિવાસી અધિકારોના મુદ્દાઓને વિધાનસભામાં મજબૂતીથી ઉઠાવ્યા હતા, જેના કારણે તેઓ આ વિસ્તારના લોકોમાં અત્યંત લોકપ્રિય હતા.

કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક નેતાઓ, આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને પરિવારજનોએ તેમના જીવન અને કાર્યોને યાદ કર્યા. એક નેતાએ કહ્યું, “સ્વ. માધુભાઇ ભોયે આદિવાસી સમાજના સાચા હિમાયતી હતા. લોકો તેમના કાર્યોને યાદ કરીને તેમને અમર બનાવી રહ્યા છે. તેમનો વારસો આજે પણ આદિવાસી સમાજને પ્રેરણા આપે છે. તેમની પુણ્યતિથિના આ પ્રસંગે રાજ્યના કેટલાક પ્રમુખ નેતાઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here