ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા સ્થાને તથા ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં ડૉ.પ્રફુલ વસાવા અને રાજ વસાવા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.
રાજ વસાવા અને ડો પ્રફુલ વસાવાનું કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતની આદિવાસી પટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના અતિ મૂલ્યવાન વિસ્તાર તથા ગુજરાત રાજ્ય ના મુકુટ સમાન વિસ્તારમાં ગામે ગામ યુવાનો, માતાઓ, દીકરીઓ તથા વડીલોના દિલો દિમાગ માં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પાર્ટીની અમૂલ્ય યોજનાઓ, સંસ્કૃતિના જતન માટે ના અથાગ પ્રયત્નો, શિક્ષણ અને આરોગ્યની મૂલ્યવાન વ્યવસ્થાઓ, તથા રોડ, લાઇટસ, પાણી અને રોજિંદી જરૂરિયાતો ની સુવિધાઓ સરકારશ્રીના પ્રયત્નોને જનમાનસ સુધી પહોંચાડવાનું કામ કરીશું.
અમારી લડાઈ આદિવાસી વિસ્તાર માંથી કુપોષણને ભગાડવા માટે ની છે, દરેક યુવાન સારા માં સારું શિક્ષણ મેળવે , પોતાનું તથા પોતાના પરિવારને આર્થિક સધર કરે, ખોટા વ્યસનો થી દૂર રહે, આદિવાસી વિસ્તાર માં પણ મુખ્ય ધારા જેવો વિકાસ થાય સાથે સારે પ્રકૃતિ નું જતન અને ઉછેર થાય, આદિવાસી સંસ્કૃતિ નું જતન અને પ્રચાર થાય, આદિવાસી યુવાનો ખોટા માર્ગે દોરાઈને પોતાની જિંદગી બરબાદના કરે તથા આદિવાસી વિસ્તાર માં કોમર્સ , સાયન્સ, એન્જિનિરીંગ અને મેડિકલ કોલેજો ની સ્થાપના કરવા માટેની છે, બોગસ આદિવાસીઓ (રબારી, ભરવાડ અને ચારણ ) ના સર્ટિફિકેટસ રદ્ કરાવા માટેની છે. લેભાગું નેતાઓની ચુંગાલ માથી સમાજના યુવાનોને બહાર કાઢવા માટે ની છે. નાદાનીમાં ઘણા વર્ષો બગાડીને જ્યારે સાચી હકીકત સમજ આવી તો આજે સાથી મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટી ની સદસ્યતા ગ્રહણ કરી. દોસ્તો વિચાર અને સત્તાની આપ લે કરવા માટે વ્યક્તિની આવડત પર છે તથા સત્તાનો ઉપયોગ લોકોની ખુશી, આત્મ સન્માન તથા વિશ્વાસ કરવા માટે થવો જોઇએ જે આજે ગુજરાત ની ભાજપ સરકાર કરી રહી છે.
ડેડીયાપાડાનાઅભિવાદન સમારોહમાં આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, કેબિનેટ મંત્રીશ્રી નરેશ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી પ્રશાંત કોરાટ સાહેબ, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, હર્ષદભાઈ વસાવા સાહેબ, ધારીખેડા સુગરના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા ઘણા નામી અનામી મહાનુભાવોની સાથે સાથે હજારોની સંખ્યામાં લોકોઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો .











