ચીખલી: દિવસે ને દિવસે ગામડાઓમાં દીપડાઓના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના ખાંભડા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા એક વૃદ્ધ 73 વર્ષીયવૃદ્ધ ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
Decision News ને ખાંભડા ગામના લોકોના જણાવ્યા અનુસાર 73 વર્ષીય નટુભાઈ પટેલ આજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો અને નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા મારી ઘાયલ કર્યા હતા પણ હિમંત કરી બૂમાબૂમ કરી દેતા દીપડો ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. બાદમાં લોકો એકઠા થઇ જતાં ઘાયલ નટુભાઈને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ગામ લોકો કહે છે કે ખાંભડાની ભવાની વડ પાસે નદી કિનારે આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો જોવા મળે છે. બાઈક સવાર ત્રણ યુવકો પર હુમલો, પશુઓનું મારણ કર્યાનું પણ સામે આવ્યું હતું. હાલમાં અમે વન વિભાગને જાણ કરી છે અને અમારી માંગ છે કે તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવા આવેજેથી બીજા લોકોનો બચાવ થાય.











