નાનાપોંઢા: સંકલ્પ કોમ્પ્યુટર સેન્ટર, નાનાપોંઢા દ્વારા આ વર્ષે સેવા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બને તેવી રીસીપ્ટ મૂકાશે તેવું પ્લાસ્ટિક કવર, પેન્સિલ, સ્કેલ, બોલપેન સહિતની અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર કેરિયર ગાઇડન્સ સેમિનાર પણ આયોજિત કરવામાં આવ્યો હતો. કુલ 7 હાઈસ્કૂલોના 1188 વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબની સંસ્થાઓ સામેલ છે જેમ કે એન આર રાઉત હાઈસ્કુલ-નાનાપોંઢા, શ્રી ડી.જે. પટેલ શાળા ધગડમાળ, શ્રી વૃંદાવન આશ્રમ શાળા ખૂટલી, અમૃતલાલ ઝવેરી વિદ્યાલય આમધા, વનરાજ સાર્વજનિક હાઈસ્કુલ દાબખલ, જય અંબે હાઈસ્કુલબાળચોડી, માંડવા હાઈસ્કુલ છે.

કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરવાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંકલ્પ કોમ્પ્યુટર સેન્ટર નાનાપોંઢા દ્વારા આવનારા સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને કરિયર સંબંધિત વિવિધ મુજવણ માટે સેન્ટરનું મુલાકાત પણ લેવા માટે જણાવવામાં આવ્યું હતું. સાથે સમયનો ઉપયોગ કરી કોમ્પ્યુટર અને ઓપન ઇંગ્લિશ પણ શીખી શકાય તેમ જ સમયનો ઉપયોગ કરી જુદી જુદી સ્કીલ શીખી આગળ વધી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here