નવસારી: ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ થયું છે તેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈની જાહેરાત કરાઈ અને એમાં 2 લાખ 35 હજાર વિધાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 909 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત Decision News એ મેળવેલ જાણકારી મુજબ 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે 55 કરોડની જોગવાઇની જાહેરાત, સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, રેસિડેન્સીયલ સ્કૂલના બાંધકામ માટે 679 કરોડની જોગવાઈ, 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિધાર્થીઓ માટે 327 કરોડની જોગવાઈ, પ્રિ-મેટ્રિકના કુલ 11 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા 138 કરોડની જોગવાઈ, 74 આદર્શ નિવાસી શાળાઓના અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે 134 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ધોરણ 1 થી 8 ના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 98 કરોડની જોગવાઈ, રાજપીપળામાં બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 34 કરોડની જોગવાઈની જાહેરાત તથા અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 26 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.











