ગાંધીનગર: 18 ફેબ્રુઆરી 2026 ના આજના દિવસે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ પર વધુ ધ્યાન આપતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-2027 માટે ₹ 4,08,053 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે.

બજેટની મુખ્ય હાઈલાઈટ્સ જોઈએ તો..

શિક્ષણ અને યુવા શક્તિ: 1) SC-ST અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. 2) ગાંધીનગર ખાતે ₹100 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની જાહેરાત. 3) રાજ્યમાં વધુ 926 PM-SHRI શાળાઓ અને 120 કરોડના ખર્ચે ‘સંકલિત શાળાઓ’ (બાલવાટિકાથી ધોરણ-10) શરૂ કરાશે. 4) ‘નમો ગુજરાત કૌશલ્ય મિશન’ માટે ₹226 કરોડ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે ₹80 કરોડની ફાળવણી. 5) અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ₹5967 કરોડની જોગવાઈ 6) બાલવાટિકાથી ધોરણ-10 સુધીના અભ્યાસ માટે ₹120 કરોડના ખર્ચે ‘સંકલિત શાળા’ બનાવાશે. 7) રાજ્યમાં વધુ 926 નવી PM શ્રી શાળાઓ અત્યાધુનિક સુવિધાઓ સાથે કાર્યરત થશે 8) આશ્રમશાળા અને છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારીને ₹2500 કરાઈ 9) આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈ 10) શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂત અને પશુપાલન:

1) સુજલામ સુફલામ પાઈપલાઈન માટે ₹1237 કરોડ અને સૌની યોજના માટે ₹473 કરોડની જોગવાઈ.
2) કૃષિ યાંત્રિકીકરણમાં ટ્રેક્ટર અને અન્ય સાધનોની ખરીદીમાં સહાય માટે ₹1565 કરોડ ફાળવાયા.
3) ગૌ માતા પોષણ યોજના માટે ₹500 કરોડની જોગવાઈ.
4) રાજ્યના 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપવા ₹112 કરોડની જોગવાઈ.

આરોગ્ય અને સામાજિક સુરક્ષા:

1) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25403 કરોડની જોગવાઈ
2) PM-JAY (મા યોજના) કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઈ.
3) મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ
4) શ્રમિક કલ્યાણ નવા 121 ‘શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો’ અને 50 નવા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ શરૂ કરાશે.
5) નવી 2000 આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની ફાળવણી.
6) અમદાવાદ બાદ હવે સુરત, ભાવનગર અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં મફત IVF સુવિધા શરૂ કરાશે.
7) પૂર અને વાવાઝોડા જેવી આફતો સામે રક્ષણ માટે ₹1855 કરોડનું ફંડ.

ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર:

1) અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા અને રમતગમતના માળખા માટે ₹1278 કરોડની જોગવાઈ.
2) શહેરોમાં વીજળીની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹500 કરોડનું ‘ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન’.
3) ST નિગમમાં 500 ઇલેક્ટ્રિક AC બસ સહિત કુલ 2463 નવી બસો માટે ₹1286 કરોડ.
4) આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ૩.૧૫ લાખ નવા ઘરો બનાવવા ₹4272 કરોડ.
5) દાહોદ, ઝાલોદ અને ગરબાડા સહિત કુલ 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત.
6) કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત થશે.
7) શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ₹100 કરોડના ખર્ચે ‘સ્માર્ટ પાર્કિંગ’ બનશે.
8) ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી. અત્યાર સુધી 2 લાખથી વધુને રોજગારી મળી.
9) જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13944 કરોડની જોગવાઈ
10) સરદાર સરોવર યોજના માટે કુલ 3317 કરોડની જોગવાઈ
11) પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6984 કરોડની જોગવાઈ
12) બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4314 કરોડની જોગવાઈ

રમતગમત અને પર્યટન

1) ઓલિમ્પિક 2036 માં અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા માટે ₹1278 કરોડનું આયોજન.
2) રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે 2006 કરોડની જોગવાઈ
3) ટુરિઝમમાં 2026ના વર્ષને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરાયું. સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે.
4) બીચ ટુરિઝમમાં સોમનાથ, શિવરાજપુર અને પોરબંદરના બીચ ડેવલપમેન્ટ માટે ₹60 કરોડ.
5) અંબાજી કોરીડોર માસ્ટરપ્લાનમાં સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ
6) બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ
7) બસ પોર્ટમાં સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ

વહીવટી સુધારા અને ટેકનોલોજી:

1) 100 કરોડના ખર્ચે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરાશે જ્યાં નાગરિકોએ વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે. એક જ લોગિનથી તમામ સરકારી સેવાઓનો લાભ મળશે.
2) શહેરોમાં ઉપરથી પસાર થતી વીજળીની લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹500 કરોડની જોગવાઈ.
3) અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hub ના રીજનલ સેન્ટર ખુલશે. (બજેટ: ₹80 કરોડ)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here