વાંસદા: આજરોજ આદિવાસી સમાજના સાંસ્કૃતિક મૂલ્યો, નૃત્યો અને વાનગીઓની જાળવણી અને તાલુકા/જિલ્લા પંચાયતના આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી વાંસદા તાલુકામાં ભાજપના આદિવાસી નેતાઓ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ પૂર્વે રોકી બેન્ડ બોલાવી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જનસભામાં ગણપત વસાવાએ હુકાર કર્યો કે આદિવાસીઓની 27 બેઠકો જીતી મોદી સાહેબને અર્પણ કરીશું. 

Decision News દ્વારા કાર્યક્રમની સ્થળની લીધેલ મુલાકાત મુજબ રેલીનો પ્રારંભમાં વાંસદા ભીલ સર્કલ પાસેની ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ‘જય જોહાર’ના નાદ થી આસપાસની વાતાવરણ ગુજી ઉઠયું હતું. આ વખતે આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સહિતના નેતાઓ ત્યાં જોવા મળ્યા હતા.

વાંસદા ભીલ સર્કલથી રેલી નીકળી ગાંધી મેદાન ખાતે પહોંચી અને જનસભાના સ્વરૂપમાં પરિવર્તન પામી હતી, જનસભામાં ભાજપ પક્ષમાં નવનિયુક્ત ત્રણ આદિવાસી નેતાઓનું સમાજ અને પક્ષ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું બાદમાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા પરંપરાગત આદિવાસી પહેરવેશ સાથે લોકનૃત્યોની રમઝટ જોવા મળી.. કાર્યક્રમ સ્થળે આદિવાસી વાનગીઓ પણ લોકો મુકવામાં આવી હતી. ઢોલ-નગારા અને ડીજેની ધૂન પર હજારો લોકો ઝૂમતા જોવા મળ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here