વાંસદા: પ્રેમ પામવામાં નકામી મળતા ફરી એક યુવક પોતાની જિંદગી ટુકાવી હોવાની ઘટના વાંસદા તાલુકા દુબલ ફળિયા ગામમાંથી સામે આવી છે 19 વર્ષીય યુવક એક માસથી પ્રેમ સબંધમાં સખ્ત ટેન્શનમાં હતો તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદા તાલુકાના દુબલ ફળિયા ગામના વાઘદેવી ફળિયામાં રહેતા જેસલભાઈ નિલેશભાઈ પટેલ (ઉ.વ.19)એ 1 ફેબ્રુઆરીના રોજ 8 કલાક પહેલા ઉપસળ ગામના કાકા બલિયા મંદિર પાસે ડુંગરી ઉપર લીમડાના વૃક્ષ સાથે સુતરાઉ દોરડું બાંધી એકાદ માસથી પ્રેમ સબંધમાં ટેન્શનમાં રહેતા કોઈ અગમ્ય કારણોસર ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું.
આ આત્મહત્યાની જાણ દુબળ ફળિયા ગામમાં રેહતા નિલેશભાઈ પટેલ દ્વારા વાંસદા પોલીસની ટીમને કરવામાં આવી હતી. વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળના કારણો જાણવા આગળની તપાસ શરુ કરી દીધી છે. એન બી.આહીર આ કેસ સોંપવામાં આવ્યો છે.











