કપરાડા: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ‘નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0’ માં કપરાડા તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાની સરકારી માધ્યમિક શાળા, વડોલી માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કળાત મયુરભાઈ મંગુભાઈ એ તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે યોજાયેલ ઝોનલ રાઉન્ડમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં મયુરભાઈએ પોતાની પ્રતિભાના જોરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી શાળાના વિદ્યાર્થીની આ સફળતા બદલ શાળાના આચાર્યશ્રી, , પ્રકાશભાઈ ટંડેલ. વર્ગ – 2. શિક્ષકગણ અને સ્થાનિક ગ્રામજનોએ મયુરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા વિષયોમાં રુચિ ધરાવતા મયુરની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.











