ખેરગામ: આજરોજ ખેરગામના પતિ ગમતો ન હોવાની અને પતિને ઓઢણીથી ગળુ દબાવી હત્યા કર્યાના કહેવાતા મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટને લઈને ચકચાર મચી જવા પામી છે તેને લઈને એડવોકેટ પરેશકુમાર વાટવેચા શું કહે છે વાંચો..
ફરિયાદ મુજબ ખેરગામના સંજનાબેન આશિષભાઈ પટેલ વિરુધ્ધ ખેરગામ બી.એન.એસ.ની કલમ 103(1) મુજબનો ગુનો નોંધાયેલ ગુનાની ટુંકી વિગત મુજબ 02-01-2026 ના રોજ આરોપી સાત માસના ગર્ભવતી પત્નિને દારુ પી આવી પતિ હેરાન કરતો હોય જેથી પત્નિએ પતિ પાસે છૂટાછેડાની માંગણી કરેલ છુટાછેડા આપવા ઈન્કાર કરતા અને પતિ ગમતો ન હોવાની અને પતિને ઓઢણીથી ગળુ દબાવી હત્યા કર્યાના કહેવાતા ગુનાના કામે ખેરગામ પોલીસે 03-01-2026 ના રોજ ઘરપકડ કરી મે. ખેરગામના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ.ક. સાહેબની કોર્ટ સમક્ષ રજુ કરેલ.ત્યારથી તેઓ જયુડીશીઅલ કસ્ટડીમાં હતા.
આરોપી તરફે એડવોકેટ પરેશકુમાર વાટવેચાએ મે.નવસારીના બીજા અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજ કરેલ.જે જમીન અરજમાં એડવોકેટ પરેશકુમાર વાટવેચાની ધારદાર દલીલો અને નામ.સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી મે. નવસારીના બીજા અધિક સેશન્સ જજ સાહેબ સી.જી. મહેતા સાહેબે આરોપીને શરતોને આધિન જામીન મુકત કરતો હુકમ કરેલ છે.











