પારડી: ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વધુ આરામદાયક અને આધુનિક અભ્યાસ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી પ્લાસ્ટિક ઉદ્યોગમાં અગ્રણી Jyoti World Private Limited, પારડી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ શાળાને કુલ 30 આધુનિક બેન્ચો ભેટ આપવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મયંક પટેલ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ ઉદાર સહયોગ  આપવામાં આવ્યો હતો. Jyoti World Private Limitedના પ્રતિનિધિઓ તરફથી શ્રી રમેશ પટેલ, શ્રી દેવેન્દ્ર સિંહ, શ્રી વીરેન્દ્ર ઝાલા, શ્રી મનીષ દેસાઈ અને શ્રી મનીષ સોનીએ આ કાર્યમાં મહત્વનો સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા Jyoti World Private Limited, પારડી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સરપંચ મયંક પટેલ જણાવે છે કે આવી આધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મોટો ફાળો આપશે અને તેમને વધુ ઉત્સાહથી અભ્યાસ કરવા પ્રેરિત કરશે. આ પ્રકારની સામાજિક જવાબદારીની પહેલ શૈક્ષણિક વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થશે તેમ વિશેષજ્ઞો અને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. Jyoti World Private Limited જેવી કંપનીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં આવા સતત સહયોગથી બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવામાં મદદ મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here