વાંસદા: સમસ્ત કુકણા સમાજ વાંસદા દ્વારા સ્નેહમિલન તથા સંસ્કૃતિ કાર્યક્રમ વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સાંજે 7:00 કલાકે મેદાનમાં રાખવામાં આવેલ છે આ સ્નેહમિલન સાંસ્કૃતિક કાર્યક્રમને ફાઇનલ રૂપરેખા તૈયાર કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત કુકણા સમાજ ભવન છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે. જેમાં સંગઠન થકી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવીકે સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, શૈક્ષણિક માર્ગદર્શન, લુપ્ત થતી સંસ્કૃતિનું જતન સાથે સામાજિક પ્રવૃત્તિ થકી વિવિધ સંગઠનોથી જોડી રાખવામાં આવેલ છે સમસ્ત કુક્ણા સમાજ ભવન વાંસદાનું નવીનીકરણ કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જેમાં આશરે 20,000 જેટલી જન મેદની ભેગી થવા જયરહ્યા છે. મનપુર ગામના આ (હેલીપેડ) વિશાળ મેદાનમાં રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આદિવાસી ખાના-ખજાના સ્ટોલ સાથે લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરવા સમસ્ત કુકણા સમાજ વાંસદા ના પ્લેટફોર્મ ઉપરથી ભેગા થઈ સમાજના બંધારણમાં રચના પૈકી નવા સુધારેલા ધારા ધોરણના નિયમોની ૨૦૨૬ની ત્રીજી આવૃતિનુ પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે. જેમાં સમાજમાં કુરિવાજો, સામાજીક પ્રસંગોમાં મોટા ખર્ચા, વ્યસનો/દુષણોને દુર કરવા માટેના નીયામો સાથે અનેક સુધારા સાથે પુસ્તકનું વિમોચન કરવામાં આવનાર છે.
આ સંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજના ઇતિહાસ રજુ થનાર છે, તેમજ સંગઠનની ભૂમિકા તેમજ વ્યવસાય થકી રોજગાર વિશેની માહિતી નવ યુવાનોને જાણવા મળશે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે, જેવી કે વ્યવસ્થાપક સમિતિ, જનજાગૃતિ સમિતિ, નાણાકીય સમિતિ સાંસ્કૃતિક સમિતિ જેવી અનેક ટીમ બનાવી કામગીરીની વહેચણી કરી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે તારપા નૃત્ય. કહળી નૃત્ય. માદળ નૃત્ય, કંસરી કથા, ઘોડા નૃત્ય, કુકણા કોમેડી તેમજ કુકણા સમાજની વિવિધ રસપ્રદ સંસ્કૃતિ સાચવવા માટે અનેક પ્રાચીન નૃત્ય-વાજીત્રો સાથે આ સ્નેહમિલન સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનપુર (હેલીપેડ) મેદાન ખાતે રજુ થનાર છે, જે નિહાળવા માટે તમામ સંગઠનોના પ્રમુખ-મંત્રી સાથે ધારાસભ્યો. જિલ્લા તાલુકાના સભ્યો, સરપંચો, પંચ્યાસી ગામના પ્રતીનીધીઓ તેમજ મહિલા અગ્રણીઓ સાથે વિવિધ સંગઠન મંત્રીઓ સાથે વડીલો અને બાળકોને પધારવા સ્મસ્ત કુકણા સમાજના પ્રમુખશ્રી આર.ડી..ભગરીયા, હોદ્દે દારો સાથે કારોબારી સાભ્યો દ્વારા પધારવા હાર્દીક આમંત્રણ પાઠવીએ છીએ











