વાંસદા: આદિવાસી સમાજનું ગૌરવ..વાંસદા તાલુકાની પીપલખેડ પ્રાથમિક શાળાની ધોરણ 8 ની આદિવાસી વિધાર્થીની કેત્વી કિરણભાઈ થોરાટનો ‘ટેરાકોટા કૂલર’ પ્રોજેક્ટ વર્ષ 2023-24ની ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રતિયોગિતામાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઇ છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ‘ટેરાકોટા કૂલર’ પ્રોજેક્ટ વર્ષ 2023-24 નો કેત્વીનો નવતર પ્રોજેક્ટ નવસારી નેશનલ લેવલ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હવે દિલ્હી ખાતે પ્રદર્શિત થશે આ કૃતિ માટેનો માર્ગદર્શન વર્કશોપ INSPIRE-MANAK 2023-24 અને 2024-25 આગામી 29-30 જાન્યુઆરી, 2026 દરમિયાન ગાંધીનગરમાં યોજવામાં આવશે અને કેત્વી થોરાટ અને તેમને માર્ગદર્શન આપનાર શિક્ષિકા ધર્મિશાબેન પટેલ ત્યાં ઉપસ્થિત રેહશે.
આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીની કેત્વી થોરાટ અને શિક્ષિકા ધર્મિશાબેન પટેલને શાળાના આચાર્ય, શાળા સ્ટાફ પરિવાર, SMC અધ્યક્ષ લતાબેન પટેલ, SMC સભ્યો અને ગ્રામજનો દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી રહી છે. આ સિદ્ધિથી આદિવાસી સમાજમાં ગૌરવ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.











