ધરમપુર: 19 જાન્યુઆરીના રોજ ધરમપુરના આંબા તલાટ ગામમાંથી આદિવાસી સમાજની સગીરાને વિધર્મી મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ ધરમપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તપાસ કરતાં અપહરણ કરનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડયો છે.
Decision News ને પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ વલસાડ જિલ્લા પોલીસે LCB, વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પારડી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજ તપાસમાં જણાયું કે સગીરા આરોપી સાથે વલસાડ રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં સવાર થઈ હતી, વલસાડ પોલીસે મુંબઈના વિવિધ રેલવે સ્ટેશનો પર તપાસ કરી બાદમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર RPFના સહયોગથી પોલીસે આરોપી અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આરોપીની ઓળખ ઓસમાન બિન મહમૂદ પાઠણ તરીકે થઈ છે, તે અતુલ કંપનીમાં ફિટર મિકેનિકનું કામ કરે છે.
તપાસમાં સામે આવ્યું કે આરોપીની ઓળખ ઓસમાન બિન મહમૂદ પાઠણ તરીકે થઈ છે, તે અતુલ કંપનીમાં ફિટર મિકેનિકનું કામ કરે છે. આરોપી અને સગીરા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ થી એકબીજા સંપર્કમાં આવેલ હતા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે અપહરણની ફરિયાદમાં પોક્સો કલમ ઉમેરી છે











